GU/660727 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"પરમ ભગવાન, વેદિક સાહિત્યમાં તેમને સર્વોચ્ચ નેતા કહેવામા આવ્યા છે. નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ. નિત્ય મતલબ શાશ્વત, અને નિત્યાનામ, મતલબ બીજા ઘણા શાશ્વત જીવો. આપણે બીજા ઘણા શાશ્વત જીવો છીએ. એક, તે એક શાશ્વત... એકો બહુનામ વિદધાતી કામાન. બે પ્રકારના શાશ્વત જીવો છે. આપણે જીવો, આપણે પણ શાશ્વત છીએ, અને પરમ ભગવાન, તેઓ પણ શાશ્વત છે. જ્યાં સુધી શાશ્વતતાનો પ્રશ્ન છે, આપણે બંને ગુણાત્મક રીતે એક છીએ. તેઓ શાશ્વત છે, અને આપણે શાશ્વત છીએ. સચ્ચિદાનંદ વિગ્રહ (બ્ર.સં. ૫.૧). તેઓ પણ પૂર્ણ આનંદ છે, અને આપણે પણ પૂર્ણ આનંદ છીએ કારણકે આપણે તે જ ગુણના અંશ છીએ. પણ તેઓ નેતા છે."
660727 - ભાષણ - ભ.ગી. ૪.૧૧ - ન્યુ યોર્ક