"આખી ભૌતિક પ્રકૃતિ પ્રકૃતિના ત્રણ ગુણોની અસર હેઠળ ચાલી રહી છે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તમે આખી માનવ જાતિને એકમાં વર્ગીકૃત ના કરી શકો. જ્યાં સુધી આપણે આ ભૌતિક જગતમાં છીએ, દરેક વ્યક્તિને એક ધોરણ પર રાખવા શક્ય નથી. તે શક્ય નથી કારણકે દરેક વ્યક્તિ પ્રકૃતિના અલગ અલગ ગુણોની અસર હેઠળ છે. તેથી વિભાજન હોવા જ જોઈએ, સ્વાભાવિક વિભાજન. આ મુદ્દાની આપણે ચર્ચા કરેલી છે. પણ જ્યારે આપણે આ ભૌતિક સ્તરને લાંઘીએ છીએ, પછી એકપણું છે. પછી કોઈ વિભાજન નથી. તો કેવી રીતે લાંઘવું? તે દિવ્ય પ્રકૃતિ છે કૃષ્ણ ભાવનામૃત. જેવા આપણે કૃષ્ણ ભાવનામૃતમાં પૂર્ણ રીતે લીન બનીએ છીએ, આપણે ભૌતિક પ્રકૃતિના ગુણોથી દિવ્ય બની જઈએ છીએ."
|