"કોઈ ખાત્રી નથી કે હું મારા આગલા જીવનમાં શું બનીશ. તે મારા કર્મો પર નિર્ભર છે કારણકે આખું શરીર ભૌતિક પ્રકૃતિ દ્વારા આપવામાં આવે છે. તે મારી આજ્ઞા અનુસાર નથી બનતું. પ્રકૃતે: ક્રિયમાણાની ગુણે: કર્માણી સર્વશ: (ભ.ગી. ૩.૨૭). તમને અહી કર્મ કરવાનો અવસર આપવામાં આવેલો છે, પણ તમારા કર્મો અનુસાર, તે ન્યાય કરવામાં આવશે, તમને આગલા જીવનમાં શું મળવાનું છે. તે તમારી સમસ્યા છે. ના, આ પચાસ, સાઈઠ, સિત્તેર, અથવા સો વર્ષના જીવનને સર્વસ્વ તરીકે ના લો. તમારે એક શરીરમાથી બીજા શરીરમાં નિરંતર સ્થાનાંતર કરવાનું છે. તે ચાલી રહ્યું છે. તમારે તે જાણવું જ જોઈએ."
|