"કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિત વ્યક્તિ સારા અથવા ખરાબ પરિણામોથી આસક્ત ના થવો જોઈએ કારણકે જો મને સારું પરિણામ પણ જોઈએ છે, તે મારી આસક્તિ છે. અને અવશ્ય, જો ખરાબ પરિણામ છે, આપણને કોઈ આસક્તિ નથી, પણ ક્યારેક આપણે પસ્તાઈએ છીએ. તે આપણી આસક્તિ છે. તે આપણી આસક્તિ છે. તો વ્યક્તિએ બંને સારા અને ખરાબ પરિણામથી પરે થવું પડે. તે કેવી રીતે થઈ શકે? તે થઈ શકે. જેમ કે જો તમે કોઈ મોટી પેઢી માટે કામ કરી રહ્યા છો. ધરોકે તમે એક વેચાણકર્તા છો. તમે તે મોટી પેઢી માટે કામ કરી રહ્યા છો. હવે, ધારો કે જો તમે દસ લાખ ડોલરનો નફો કરો, તમને કોઈ આસક્તિ નથી કારણકે તમે જાણો છો કે 'આ નફો માલિકને જવાનો છે'. તમને કોઈ આસક્તિ નથી. તેવી જ રીતે, જો કોઈ નુકસાન થાય છે, તમે તે પણ જાણો છો કે 'મારે નુકસાન સાથે કોઈ લેવાદેવા નથી. તે માલિકને જાય છે.' તેવી જ રીતે, જો આપણે કૃષ્ણ માટે કામ કરીએ, તો હું કર્મના ફળની આસક્તિ છોડી શકું છું."
|