GU/660809 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"શાસ્ત્રોમાં આપણે જોઈએ છીએ કે ભગવાનનું સામ્રાજ્ય, તેને વૈકુંઠ કહેવાય છે. વૈકુંઠ મતલબ વિગત-કુંઠ યત્ર. કુંઠ મતલબ ચિંતાઓ. તે સ્થળ કે જ્યાં કોઈ ચિંતાઓ નથી, તેને વૈકુંઠ કહેવાય છે. તો કૃષ્ણ કહે છે કે નાહમ તિષ્ઠામી વૈકુંઠે યોગીનામ હ્રદયેષુ ચ: "મારા પ્રિય નારદ, એવું ના વિચાર કે હું વૈકુંઠમાં રહું છું, ફક્ત ભગવાનના રાજ્યમાં જ, અથવા યોગીઓના હ્રદયમાં જ. ના." તત તત તિષ્ઠામી નારદ યત્ર ગાયંતી મદ ભકતા: "જ્યાં પણ મારા ભક્તો મારા ગુણગાન કરે છે અથવા કીર્તન કરે છે, હું ત્યાં રહું છું. હું ત્યાં જાઉં છું." |
660809 - ભાષણ - ભ.ગી. ૪.૨૦-૨૪ - ન્યુ યોર્ક |