"પરમ ભગવાન દરેક વસ્તુ થકી પ્રસ્તુત છે, જે પણ તમે જુઓ છો, પદાર્થ અથવા આત્મા અથવા કઈ પણ, ભૌતિક, રાસાયણિક - જેનું પણ તમે નામ આપી શકો - ઘણી બધી વસ્તુઓ છે. પણ તે ભગવાનથી ભિન્ન નથી. ભગવાન દરેક જગ્યાએ જોડાયેલા છે. ઈશાવાસ્યમ ઈદમ સર્વમ (ઇશો ૧). જેમ કે આપણી ભગવદ ગીતા, આપણે શરૂ કર્યું હતું કે યેન સર્વમ ઈદમ તતમ: 'તે વસ્તુ કે જે આખા શરીરમાં ફેલાયેલી છે, તે તમે છો'. તો આ વ્યક્તિગત ચેતના છે: 'હું આખા શરીરમાં વ્યાપ્ત છું'. તેવી જ રીતે પરમ ચેતના, તેઓ આખા બ્રહ્માણ્ડમાં વ્યાપ્ત છે, દરેક જગ્યાએ. આ ભગવાનની શક્તિનું એક ખૂબ જ સૂક્ષ્મ પ્રાકટ્ય છે."
|