"તો જે વ્યક્તિ આધ્યાત્મિક જીવન સ્વીકારે છે, તેને કોઈ વિનાશ નથી. તેનો વિનાશ નથી મતલબ તેના આગલા જીવનમાં તે ફરીથી મનુષ્ય બનવાનો છે. તે જીવનની બીજી યોનીઓની વિકૃતતામાં નથી ખોવાતો. કારણકે તેણે ફરીથી શરૂઆત કરવાની છે. ધારોકે તેણે કૃષ્ણ ભાવનામૃત દસ પ્રતિશત પૂરું કર્યું છે. હવે તેણે અગિયાર પ્રતિશતથી ફરીથી શરૂ કરવાનું છે. હવે, શરૂઆત કરવા માટે, મારા કહેવાનો મતલબ, અગિયાર પ્રતિશતથી કૃષ્ણ ભાવનામૃત શરૂ કરવા માટે તેણે મનુષ્ય શરીર લેવું જ પડે. તો આનો મતલબ જે કોઈ પણ કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરે છે, તેનું આગલું જીવન મનુષ્ય શરીર નિશ્ચિત છે."
|