"આત્મા અત્યારે સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર દ્વારા ઢંકાયેલું છે. જ્યારે સ્થૂળ શરીર કામ કરતું બંધ થઈ જશે... જેમ કે રાત્રે સ્થૂળ શરીર પડેલું હોય છે, પણ સૂક્ષ્મ શરીર - મન કામ કરી રહ્યું છે. તેથી તમે સ્વપ્ન જોવો છે. સૂક્ષ્મ શરીર કામ કરી રહ્યું છે. તો જ્યારે તમે આ શરીર છોડી દેશો, તમારું સ્થૂળ શરીર, મન, બુદ્ધિ, તે તમને બહુ જ સૂક્ષ્મ રીતે લઈ જશે. જેમ કે હવા સુગંધને લઈ જાય છે. જો હવા કોઈ ગુલાબનો છોડ પરથી પસાર થતી હોય, હવા ગુલાબ જેવી સુગંધની બની જશે. કોઈ ગુલાબ નથી, પણ સુગંધ છે. તેવી જ રીતે, તમારી માનસિકતાની સુગંધ, તમારી સમજણની સુગંધ, લઈ જવામાં આવે છે. તે છે સૂક્ષ્મ શરીર. અને તમને તે પ્રકારનું શરીર મળશે. તેથી મૃત્યુના સમયે પરિક્ષાની કસોટી થાય છે, કેટલું વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતમાં વિકસિત થયેલું છે."
|