GU/661120 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ ભૌતિક આકાશ બદ્ધ જીવ માટે બનાવેલું છે. જેમ કે જેલ. આ જેલ શું છે? જેલ રાજ્યનો એક ચોક્કસ વિસ્તાર છે, કિલ્લેબંધ, બધી બાજુએથી દીવાલો અને સુરક્ષિત જેથી કેદીઓ બહાર ના નીકળી જાય. તેને જેલ કહેવાય છે. પણ તે રાજ્યની અંદર છે, શહેરની અંદર, તુચ્છ માત્રામાં. તેવી જ રીતે, આ ભૌતિક પ્રાકટ્ય એ આધ્યાત્મિક આકાશનો એક બહુ જ તુચ્છ નાનો ભાગ છે, અને તે એવી રીતે આચ્છાદિત છે કે જેથી આપણે આધ્યાત્મિક આકાશમાં ના જતાં રહીએ. તે શક્ય નથી."
661120 - ભાષણ - ભ.ગી. ૮.૨૨-૨૭ - ન્યુ યોર્ક