"આપણને આપણી શિક્ષાના વિકાસનો ખૂબ જ ગર્વ હોય છે. પણ જો આપણે અલગ અલગ વ્યક્તિઓને પૂછીએ કે 'તમે શું છો?' ભાગ્યેજ કોઈ જવાબ આપશે કે તે શું છે. દરેક વ્યક્તિ આ શરીરની ધારણા હેઠળ છે. પણ આપણે વાસ્તવમાં આ શરીર નથી. આ પ્રશ્નની આપણે ઘણી વાર ચર્ચા કરી છે, ઘણી વાર. તો આ પરીક્ષા પાસ કર્યા પછી કે 'હું આ શરીર નથી', પછી વ્યક્તિ વાસ્તવિક જ્ઞાનમાં આવે છે. તે સાચું જ્ઞાન છે, 'હું શું છું'. તે શરૂઆત છે. તો ભગવાન કૃષ્ણ અત્યારે જે જ્ઞાન આપી રહ્યા છે, અર્જુનને શિક્ષા આપતા, તેઓ કહે છે, 'આ રાજવિદ્યા છે'. રાજવિદ્યા મતલબ વ્યક્તિએ પોતાના વિશે જાણવું અને તે પ્રમાણે કાર્ય કરવું. તે રાજવિદ્યા કહેવાય છે."
|