"શ્રવણમ કિર્તનમ વિષ્ણો સ્મરણમ. હવે, તમે ભગવદ ગીતામાથી જે સાંભળી રહ્યા છો, જો તમે તે ઘરે જઈને યાદ કરો, કે 'સ્વામીજી આવું કઈક બોલતા હતા, અને કેવી રીતે તેને જીવનમાં લાગુ પાડવું?'... આપણે આ યાદ રાખવું જોઈએ. આપણે આ સ્થળને છોડીને તેને ભૂલી જવું ના જોઈએ. અને જો કોઈ પ્રશ્ન હોય, કોઈ સંદેહ, આપણે તેને આ સભામાં મૂકવો જોઈએ. હું પૂછી રહ્યો છું. હું તમને કોઈ પણ પ્રશ્ન માટે આમંત્રણ આપી રહ્યો છું કારણકે આપણે એક ખૂબ જ સરસ અને મહાન વિજ્ઞાન સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો તેનો ખૂબ જ બારીકાઈથી અભયાસ કરવો જોઈએ. અમે તમને આંધળા બનીને તેને સ્વીકારવાનું કહેતા નથી."
|