"તો સમજણ કે આપણે કૃષ્ણ સાથે શાશ્વત રીતે સંબંધિત છીએ. આ સંબંધને ભૂલીને, આપણે અત્યારે આ ભૌતિક શરીરના સંબંધોમાં વ્યસ્ત છીએ, જે હું નથી. તેથી મારે મારા કાર્યોને પુનર્જીવિત કરવા પડે કે જે કૃષ્ણ સાથેના સીધા સંબંધમાં છે. અને તેને કૃષ્ણ ભાવનામૃતમાં કાર્ય કરવું કહેવાય છે. અને કૃષ્ણ ભાવનામૃતના તે વિકાસનું પરિણામ હશે કૃષ્ણનો પૂર્ણ પ્રેમ. જ્યારે આપણે તે સ્તર પર પહોંચીશું, ભગવદ પ્રેમ, કૃષ્ણપ્રેમ, ત્યારે આપણે દરેકને પ્રેમ કરીશું કારણકે કૃષ્ણ દરેક જગ્યાએ છે. તે કેન્દ્ર બિંદુ પર આવ્યા વગર, ભૌતિક ધારણા પર આપણો પ્રેમ - સમાનતા, બંધુત્વ, ભાઈચારો - તે બધુ માત્ર છેતરપિંડીની ક્રિયાઓ છે. તે શક્ય નથી."
|