"જીવાત્મા કૃષ્ણનો શાશ્વત સેવક છે, અને વ્યક્તિએ તેના સ્વામીનો સ્વભાવ સમજવો જોઈએ જેથી તેનો સેવાભાવ, તેનો સ્નેહ, વધુ ઘનિષ્ઠ બને. ધારોકે હું એક સ્થળે સેવા આપું છું. હું એક માલિકની સેવામાં પ્રવૃત્ત છું, પણ હું જાણતો નથી કે તે માલિક કેટલો મોટો છે. પણ જ્યારે હું મારા માલિકનો પ્રભાવ, ઐશ્વર્ય અને મહાનતા સમજુ છું, હું વધુ નિષ્ઠાવાન બાનુ છું: "ઓહ, મારા માલિક આટલા મહાન છે." તો તેથી ફક્ત જાણવું, "ભગવાન મહાન છે, અને મારે ભગવાન સાથે કોઈ સંબંધ છે," તે પર્યાપ્ત નથી. તમારે જાણવું જ જોઈએ કે તેઓ કેટલા મહાન છે. અવશ્ય, તમે ગણતરી કરી શકો, પણ જ્યાં સુધી શક્ય હોય, તમારે જાણવું જોઈએ કે તેઓ કેટલા મહાન છે."
|