"હવે, તમારે કૃષ્ણ સાથે મિત્રતા કરવી જ પડે. જેમ કે જો તમે કોઈ મહાન વ્યક્તિ પાસે જવા ઈચ્છો છો, તો એક યા બીજી રીતે, તમારે તેની સાથે કોઈ સંપર્ક કરવો પડે, કઈક. તમારે પોતાને એ રીતે પ્રસ્તુત કરવી પડે, મિત્રતાપૂર્વક, પ્રેમપૂર્વક. પછી મહાન વ્યક્તિ સાથે સંપર્ક કરવો શક્ય બને છે. તો જો તમારે પોતાને સર્વોચ્ચ ગ્રહ, કૃષ્ણલોક, લઈ જવી હોય, તો આપણે પોતાને તૈયાર કરવી પડે કે કૃષ્ણને કેવી રીતે પ્રેમ કરવો. ભગવદપ્રેમ. જો તમે ભગવાન સાથે પ્રેમથી ઘનિષ્ઠ રીતે સંપર્કમાં હોવ... આપણે ભગવાન સાથે બીજી કોઈ કૃપાનો દાવો ના કરી શકીએ જ્યાં સુધી આપણે પ્રેમમાં ના હોઈએ."
|