GU/661213 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો તેમના સ્વયંરૂપમાં, તેમના વ્યક્તિગત રૂપમાં, તેઓ હમેશા વૃંદાવનમાં રહે છે, અને તેઓ બિલકુલ એક ગોપાળ જેવા છે. તે તેમનું વાસ્તવિક રૂપ છે, કૃષ્ણ. કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પરના કૃષ્ણ, તે કૃષ્ણનું વાસ્તવિક રૂપ નથી. જેમ કે એક વ્યક્તિ, ઉચ્ચ-ન્યાયાલયના ન્યાયાધીશ, તમને તેનું સાચું રૂપ ક્યાં જોવા મળશે? તમને તેનું સાચું રૂપ તેના ઘરે જોવા મળશે, ખુરશી ઉપર નહીં. ખુરશી ઉપર, જો તેના પિતા પણ આવે, ઉચ્ચ-ન્યાયાલયના ન્યાયાધીશના પિતા, તે પણ ન્યાયાધીશને સંબોધશે, 'માય લોર્ડ'. તે ન્યાયાલય છે. તે જ વ્યક્તિ ઘરે અને ન્યાયાલયમાં અલગ છે, જોકે તે જ વ્યક્તિ. તેવી જ રીતે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું વાસ્તવિક રૂપ, કૃષ્ણ, તેઓ વૃંદાવનની બહાર ક્યારેય નથી જતાં. તેઓ હમેશા એક ગોપાળ રહે છે. બસ તેટલું જ."
661213 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૦.૧૬૪-૧૭૩ - ન્યુ યોર્ક