"તે જ સિદ્ધિ જે સત્યયુગમાં ધ્યાન દ્વારા પ્રાપ્ત થતી હતી તે પછીના યુગમાં યજ્ઞ દ્વારા પ્રાપ્ત થતી હતી અને પછીના યુગમાં મંદિર પૂજા દ્વારા. વર્તમાન યુગમાં સફળતા માટે તેની ભલામણ થયેલી છે, તે સિદ્ધિ, આધ્યાત્મિક સિદ્ધિ મળે છે હરિ-કીર્તન દ્વારા, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે ના જપ દ્વારા. હરે કૃષ્ણ જપ કરવા માટે પહેલાની કોઈ યોગ્યતાની જરૂર નથી. કોઈ પણ વ્યક્તિ અને દરેક વ્યક્તિ જોડાઈ શકે છે, અને આ જપ કરવાથી, પરિણામ હશે કે ધીમે ધીમે જપ મનના દર્પણમાં રહેલી ધૂળને સાફ કરવામાં મદદ કરશે."
|