"બધા જ વેદિક ગ્રંથોમાં, એક જ વસ્તુ છે. વેદૈશ ચ સર્વૈર અહમ એવ વેદ્ય (ભ.ગી. ૧૫.૧૫). અંતિમ લક્ષ્ય કૃષ્ણ છે. તેથી ભગવદ ગીતામાં તે કહ્યું છે, સર્વ ધર્માન પરિત્યજય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). ભાગવત કહે છે, અકામ: સર્વ કામો વા (શ્રી.ભા. ૨.૩.૧૦). જો તમે ભૌતિક રીતે ઈચ્છા કરતાં હોય તો પણ, તમારે કૃષ્ણ પાસે જવું જોઈએ. અને કૃષ્ણ પણ પુષ્ટિ કરે છે, ભજતે મામ અનન્ય ભાક સાધુર એવ સ મંતવ્ય: (ભ.ગી. ૯.૩૦). આપી ચેત સુદુરાચારો. વ્યક્તિએ ભગવાન પાસે માંગવુ ના જોઈએ. પણ છતાં, જો વ્યક્તિ માંગે, તે સ્વીકારે છે, કારણકે તે કૃષ્ણના બિંદુ સુધી આવ્યો છે. તે તેની સારી યોગ્યતા છે. તે કૃષ્ણ ભાવનામૃતમાં છે. તો બધા જ દોષો હોઈ શકે છે, પણ જ્યારે વ્યક્તિ કૃષ્ણ ભાવનાભાવિત બને છે, બધુ જ સરસ હોય છે."
|