GU/661231 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો પરમ ભગવાન, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, સૌથી પૌરાણિક છે, પણ જ્યારે તમે જોશો, તમે ફક્ત એક યુવક તરીકે જોશો. આદ્યમ પુરાણ પુરુષમ નવ-યૌવનમ ચ (બ્ર.સં. ૫.૩૩). નવ-યૌવનમ મતલબ બિલકુલ એક તાજી યુવાની. તો તે સમજાવવામાં આવી રહ્યું છે, ભગવાન ચૈતન્ય દ્વારા, આ યુગમાં... આ ભગવાનનું બીજું લક્ષણ છે. કિશોર શેખર ધર્મી વ્રજેન્દ્ર નંદન. કિશોર શેખર. કિશોર. કિશોર આયુ છે અગિયાર થી સોળ વર્ષની. આ ગાળો, અંગ્રેજીમાં શું કહેવાય છે? એડોલેસંટ? હા. તો કૃષ્ણ પોતાને ફક્ત એક અગિયારથી સોળ વર્ષના કિશોરની જેમ પ્રસ્તુત કરે છે. એનાથી વધુ નહીં. કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર, જ્યારે તેઓ પરદાદા હતા, છતાં, તેમનું રૂપ હતું એક યુવાન છોકરા જેવુ."
661231 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૦.૩૬૭-૩૮૪ - ન્યુ યોર્ક