GU/670106 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"એક બાળકની જેમ. એક બાળક જુએ છે કે શેરીમાં એક સરસ મોટરકાર ચાલે છે, તે વિચારે છે કે મોટરકાર તેની જાતે ચાલે છે. તે બુદ્ધિ નથી. મોટરકાર આપમેળે ચાલતી નથી... જોકે... જેમ કે અહીંયા આપણી પાસે આ ટેપ રેકોર્ડર, આ માઇક્રોફોન છે. કોઈક કહી શકે, "ઓહ, આ કેટલી સુંદર શોધો છે. તેઓ ખૂબ સરસ રીતે કામ કરી રહ્યા છે." પરંતુ વ્યક્તિએ જોવું જોઈએ કે આ ટેપ રેકોર્ડર અથવા આ માઇક્રોફોન એક ક્ષણ પણ કામ કરી શકશે નહીં જ્યા સુધી એક આત્મા તેને સ્પર્શ ન કરે. આ બુદ્ધિ છે. આપણે કોઈ મશીન જોઈને અભિભૂત ન થવું જોઈએ. મશીનને કોણ ચલાવે છે તે શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે બુદ્ધિ છે, સુખાર્થ-વિવેચનમ, વધુ સારું જોવા માટે."
670106 - ભાષણ - ભ.ગી. ૧૦.૪-૫ - ન્યુ યોર્ક‎