"ભૌતિકવાદીનો અર્થ કંઈક અસાધારણ વ્યક્તિત્વ હોતો નથી. જે વ્યક્તિ કૃષ્ણ વિશે જાણતો નથી, તે ભૌતિકવાદી છે. અને જેણે નિયમ અને સિદ્ધાંતોના અંતર્ગત કૃષ્ણ વિજ્ઞાનમાં પ્રગતિ કરી છે, તેઓને આધ્યાત્મવાદી કહેવામાં આવે છે. તો ભૌતિકવાદી, રોગ છે હરાવ અભક્તસ્ય કુતો મહદ-ગુણ મનો-રથેન અસતિ ધાવતો બહિ: ( શ્રી.ભા. ૫.૧૮.૧૨). જ્યાં સુધી આપણે કૃષ્ણ ભાવનામૃતનો સંપૂર્ણ રીતે સ્વીકાર ન કરીએ, ત્યાં સુધી આપણે માનસિક સ્તર પર જ ફર્યા કરીશું. તમને ઘણા દાર્શનિકો, તત્વજ્ઞાનના ડોકટરો મળશે, તેઓ તર્ક કરી શકે છે, માનસિક સ્તર પર, મન:, પરંતુ વાસ્તવમાં તેઓ અસત છે. તેમની પ્રવૃત્તિઓ ભૌતિકવાદી જોવા મળશે. કોઈ આધ્યાત્મિક અનુભૂતિ નથી. તેથી વધુ કે ઓછા અંશે, આ ભૌતિક વિભાવના બધે જ છે."
|