"તો આપણે તે પરમ ભગવાન સાથેનો આપણો સંબંધ રાખવાના છીએ. તો પછી તે કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? તે હવે ચૈતન્ય મહાપ્રભુ દ્વારા સમજાવવામાં આવ્યું છે, અને તેને કહેવામાં આવે છે - તે સેવા કરવાની પ્રક્રિયા, જેના દ્વારા આપણે તે પ્રાપ્ત કરી શકીએ તેને અભિધેય કહેવામાં આવે છે.અભિધેય એટલે કર્તવ્યો બજાવવા, અથવા ફરજોનું અમલીકરણ - કર્તવ્ય નહીં: ફરજ. કર્તવ્ય તમે ક્યારેક ટાળી શકો છો, અને તમને માફી મળી શકે છે, પરંતુ ફરજ અથવા જવાબદારી આપણે ટાળી શકીએ નહીં. જવાબદારી મતલબ તમારે કરવું જ પડે. કારણ કે તમે તેના માટે જ છો, જો તમે તે નહીં કરો, તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો."
|