"કૃષ્ણ જ્ઞાન વિના આપણે આનંદિત ન રહી શકીએ. પરંતુ સ્વભાવથી આપણે આનંદિત છીએ. તેમના બ્રહ્મસૂત્રમાં, વેદાંત-સૂત્રમાં, એવું કહેવામાં આવ્યું છે, આનંદમયો અભ્યાસાત. દરેક જીવ, બ્રહ્મ. જીવો, તેઓ બ્રહ્મ છે, અને કૃષ્ણ તેઓ પણ પર-બ્રહ્મ છે. તો બ્રહ્મ અને પર-બ્રહ્મ, તેઓ બંને સ્વભાવથી આનંદમય છે. તેઓ આનંદની ઇચ્છા કરે છે. તો આપણો આનંદ કૃષ્ણના સંબંધિત સાથે છે, જેમ કે અગ્નિ અને અગ્નિના તણખલાઓ. અગ્નિની તણખલાઓ, જ્યા સુધી અગ્નિની સાથે છે, તે સુંદર છે. અને જેવા અગ્નિના તણખલાઓ મૂળ અગ્નિમાંથી નીચે પડી જાય છે , ઓહ, તે બુઝાઈ જાય છે, પછી સુંદર નથી રહેતા."
|