"શાશ્વત મુક્ત આત્માઓ, તેઓ ફક્ત કૃષ્ણની સેવા કરીને સંતુષ્ટ છે. તે તેમની સંતુષ્ટિ છે. દરેક વ્યક્તિને પ્રેમ કરવો છે. તે સ્વાભાવિક વૃત્તિ છે. દરેક વ્યક્તિ. જ્યારે કોઈ પ્રેમની વસ્તુ નથી હોતી, ત્યારે આ ભૌતિક જગતમાં ક્યારેક આપણે બિલાડીઓ અને કુતરાઓને પ્રેમ કરીએ છીએ. તમે જોયું? કારણકે મારે કોઈકને તો પ્રેમ કરવો જ પડે. જો મને પ્રેમ કરવા કોઈ યોગ્ય વ્યક્તિ નહીં મળે, તો હું મારો પ્રેમ કોઈ શોખ, પ્રાણી, એવી વસ્તુઓ તરફ વાળીશ, કારણકે પ્રેમ તો છે જ. તો આ સુષુપ્ત છે. આપણો કૃષ્ણપ્રેમ સુષુપ્ત છે. તે આપણી અંદર છે જ, પણ કારણકે આપણને કૃષ્ણ વિશે કોઈ માહિતી નથી, તેથી આપણે આપણો પ્રેમ એવી કોઈ વસ્તુ પર લાગુ કરીએ છીએ જે હતાશા છે. તે પ્રેમનો વિષય નથી. તેથી આપણે નિરાશ થઈએ છીએ."
|