GU/670122b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ સ્વરૂપ,કૃષ્ણ, દરેક ના મંગલ કલ્યાણ માટે છે." ભુવન-મંગલાય ધ્યાને સ્મ દરશિતમ ત ઉપાસકાનામ. "જે લોકો ધ્યાનમાં તમારું અવલોકન કરે છે..." ધ્યાનનો અર્થ છે મનને ફક્ત કૃષ્ણ અથવા વિષ્ણુ પર કેન્દ્રિત કરવું. આ ધ્યાન છે. મને ખબર નથી... આજકાલ ઘણા બધા ધ્યાનકર્તાઓ હોય છે, તેમનો કોઈ ઉદ્દેશ્ય નથી. તેઓ કોઈ નિરાકાર, અવ્યક્ત વસ્તુ પર વિચારવાનો પ્રયાસ કરે છે. અને ભગવદ્ ગીતામાં તે વખોડી કાઢવામાં આવ્યું છે, તે ક્લેશો અધિકતરસ તેષામ અવ્યક્તાસક્તા ચેતસામ (ભ.ગી. ૧૨.૫). જે લોકો તે નિરાકાર શૂન્ય પર ધ્યાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓ ફક્ત, મારો કહેવાનો અર્થ છે, બિનજરૂરી મુશ્કેલી લઈ રહ્યા છે. જો તમે ધ્યાન કરવા માંગતા હોવ, તો ફક્ત કૃષ્ણ અથવા પરમાત્માનું ધ્યાન કરો."
670122 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૫.૩૧-૩૮ - સાન ફ્રાન્સિસ્કો‎