"તો જે વ્યક્તિ વિકાસના બીજા તબક્કામાં છે, તે ભગવાનને જાણે છે, તે ભગવાનને પ્રેમ કરે છે, અને ભગવાન સાથેના સંબંધમાં, તે ભગવાનના ભક્તોને પ્રેમ કરે છે..., તે ભગવાનના ભક્તો સાથે મિત્રતા બાંધે છે. ઈશ્વરે તદ્-અધીનેષુ બાલિશેષુ (શ્રી.ભા. ૧૧.૨.૪૬). અને જ્યા સુધી નિર્દોષોનો પ્રશ્ન છે... નિર્દોષનો અર્થ તેઓ અપરાધી નથી, પરંતુ તેઓ જાણતા નથી કે ભગવાન શું છે, તેમનો સંબંધ શું છે; સામાન્ય માણસ. તેમના માટે, જે વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતના બીજા સ્તર પર છે, તેની ફરજ તેમને પ્રબુદ્ધ કરવાની છે. અને જેઓ નાસ્તિક છે, હેતુપૂર્વક ભગવાનની વિરુદ્ધ છે, તેઓને ટાળવા જોઈએ."
|