GU/670207b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેવું વ્યક્તિ કોઈ સંન્યાસીના દર્શન કરે છે, તરત જ તેણે પોતાનો આદર આપવો જોઈએ. જો તે પોતાનો આદર આપે નહીં, તો પછી તેવો આદેશ છે કે તેણે શિક્ષા તરીકે એક દિવસ ઉપવાસ કરવો જોઈએ. તેણે ખાવું ન જોઈએ. "ઓહ, મેં એક સંન્યાસીના દર્શન કર્યા, પરંતુ હું તેમને આદર આપી શક્યો નહીં. તેથી તપસ્યા હોવી જોઈએ કે મારે એક દિવસ ઉપવાસ કરવો જોઈએ." આ હુકમ છે. તો ચૈતન્ય મહાપ્રભુ, જોકે તેઓ સ્વયં ભગવાન છે, પરંતુ તેમનું વર્તન અને તેમનો શિષ્ટાચાર ઉત્તમ હતો. જેવા તેમણે સન્યાસીઓને જોયા, તરત જ તેમણે આદર આપ્યો. પાદ પ્રક્ષાલન કરી વસીલા સેઈ સ્થાને (ચૈ.ચ. આદિ ૭.૫૯). અને તે પ્રણાલી છે કે જ્યારે કોઈ બહારથી આવે છે, ત્યારે તેણે ઓરડામાં પ્રવેશતા પહેલા પગ ધોવા પડે છે, ખાસ કરીને સંન્યાસી માટે. તો તેમણે પગ ધોયા અને બહાર બેઠા જ્યાં બીજા સન્યાસી બેઠા હતા, થોડે દૂર, જ્યાં તેમણે પગ ધોયા હતા તે જગ્યાએ."
670207 - ભાષણ ચૈ.ચ. આદિ ૦૭.૪૯-૬૫ - સાન ફ્રાન્સિસ્કો‎