"તો ભગવાનની વ્યવસ્થામાં કોઈ ખામી નથી. સૌ પ્રથમ તે સમજવું જોઈએ. તો ચૈતન્ય મહાપુભુ કહે છે કે વેદાંત, વેદાંત સ્વયં ભગવાન દ્વારા રચિત છે. તે આપણે ગઈકાલે સમજાવી દીધું છે. ભગવાન કૃષ્ણ પણ કહે છે કે વેદાંત વિદ વેદાંત કૃત ચ અહમ (ભ.ગી. ૧૫.૧૫): "હું વેદાંતનો સંકલન કરનાર છું અને હું વેદાંતનો જાણકાર છું." જો ભગવાન, જો કૃષ્ણ, વેદાંતના જાણકાર નથી, તો પછી તેઓ કેવી રીતે વેદાંતનું સંકલન કરી શકે? વેદાંતનો અર્થ છે "જ્ઞાનનો અંતિમ શબ્દ". આપણે, દરેક વ્યક્તિ, જ્ઞાનની શોધમાં છે, અને વેદાંતનો અર્થ છે જ્ઞાનનો અંતિમ શબ્દ. તો ચૈતન્ય મહાપ્રભુ સૌ પ્રથમ સ્થાપિત કરે છે કે વેદાંત-સૂત્રમાં તમને કોઈ ખામી ન મળી શકે; તેથી તમને અર્થઘટન કરવાનો કોઈ અધિકાર નથી. કારણ કે તમે બુદ્ધિહીન, ધૂર્ત છો, તો તમે ભગવાન, સર્વોચ્ચ સંપૂર્ણ, દ્વારા તૈયાર કરેલા, સૂત્રોને કેવી રીતે સ્પર્શ કરી શકો અને તેના પર ટિપ્પણી કરી શકો? પરંતુ આપણે એ સ્વીકારતા નથી કે "હું ધૂર્ત છું." મને લાગે છે કે હું ઘણો વિદ્વાન છું, મારી પાસે કોઈ ખામી નથી, હું સંપૂર્ણ છું." તો આ બધી મૂર્ખતા છે."
|