GU/670217b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ ભાવનામૃત એ કૃત્રિમ વસ્તુ નથી, કે આપણે કેટલાક વિચારોનું નિર્માણ કર્યું છે અને જાહેરાત કરી રહ્યા છીએ કે આપણે કૃષ્ણ ભાવનાભાવિત છીએ. ના. કૃષ્ણ ભાવનામૃત એટલે જેમ કે રાજ્યનો એક આજ્ઞાકારી નાગરિક, તે હંમેશા રાજ્યની સર્વોપરિતા પ્રત્યે સભાન હોય છે, તેવી જ રીતે જે વ્યક્તિ હંમેશા ભગવાન, અથવા કૃષ્ણ, ની સર્વોચ્ચતા પ્રત્યે સચેત રહે છે, તેને કૃષ્ણ ભાવનાભાવિત કહેવામાં આવે છે. તેને કૃષ્ણ ભાવનાભાવિત કહેવાય છે. અને જો આપણે એમ કહીએ કે "આપણે શા માટે કૃષ્ણ ભાવનાભાવિત બનવું જોઈએ?" જો તમે કૃષ્ણ ભાવનાભાવિત નથી બનતા, તો તમે અપરાધી બનો છો. તમે પાપી બનો છો. તમારે ભોગવવું પડશે. પ્રકૃતિના નિયમો એટલા મજબૂત છે કે તે તમને દુઃખ વિના જવા દેશે નહીં."
670217 - ભાષણ - ચૈ.ચ. આદિ ૦૭.૧૦૬-૧૦૭ સાન ફ્રાન્સિસ્કો‎