"જો તમે મારું ચિત્ર લો અને જો તમે તેને મારી સીટ પર મુકો છો, અને હું અહીં નથી, તો તે ચિત્ર કાર્ય કરી શકશે નહીં, કારણ કે તે ભૌતિક છે. પરંતુ કૃષ્ણ, તેમનું ચિત્ર, તેમની પ્રતિમા, તેમનું બધું જ કાર્ય કરી શકે છે કારણ કે તે આધ્યાત્મિક છે. તેથી આપણે હંમેશાં જાણવું જોઈએ કે જેવો આપણે હરે કૃષ્ણનો જપ કરીએ છીએ, કૃષ્ણ તરત જ ત્યાં આવી જાય છે. તરત જ. કૃષ્ણ પહેલેથી જ ત્યાં છે. પરંતુ આપણે જાણવું જોઈએ કે, ધ્વનિ કંપન દ્વારા, કૃષ્ણ ત્યાં હાજર છે. તો અંગાની યસ્ય. સ ઇક્ષાનચક્રે. તો તેમની દ્રષ્ટિ, તેમની હાજરી, તેમની પ્રવૃત્તિઓ, તે બધું જ આધ્યાત્મિક છે. ભગવદ-ગીતામાં તે કહેવામાં આવ્યું છે, જન્મ કર્મ મે દિવ્યમ યો જાનાતિ તત્ત્વતઃ (ભ.ગી ૪.૯): "જે પણ વ્યક્તિ મારા જન્મના સંપૂર્ણ સ્વભાવ, મારા પ્રાકટ્ય, અપ્રાકટ્ય અને પ્રવૃત્તિઓ સમજે છે," ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ, "તે તત્કાળ મુક્તિ મેળવે છે."
|