"ભાગવત-ધર્મ મતલબ પરમ ભગવાનની સાથેનો વ્યવહાર. ઘણા પ્રકારનાં વ્યવહાર હોય છે. તો જ્યારે આપણો વ્યવહાર પરમ ભગવાન સાથે થાય છે, તેને ભાગવત-ધર્મ કહેવામાં આવે છે. ભાગવતનો અર્થ ભગવાન શબ્દથી થાય છે. ભગવાનનો અર્થ તે વ્યક્તિ છે જેની પાસે છ ઐશ્વર્યો પૂર્ણ માત્રામાં છે. તેને ભગવાન કહેવામાં આવે છે. વિશ્વના મોટાભાગના શાસ્ત્રોમાં ભગવાનનો ખ્યાલ છે, પરંતુ વાસ્તવમાં ભગવાનની કોઈ વ્યાખ્યા નથી. પરંતુ શ્રીમદ્-ભાગવતમમાં, કારણ કે તે ભગવાનનું વિજ્ઞાન છે, તેમાં વ્યાખ્યા છે, કે ભગવાનનો મતલબ શું છે. વ્યાખ્યા તે છે કે એક વ્યક્તિ જેની પાસે છ ઐશ્વર્યો પૂર્ણ માત્રામાં હોય, તે ભગવાન છે."
|