"આ બાળક જે રમી રહ્યું છે, અત્યારે, તેને એક નાનું શરીર છે. એ જ રીતે, જ્યારે તેને તેના પિતાની જેમ શરીર મળશે, ત્યારે તેણે ઘણા બધા શરીર બદલવા પડશે. ઘણા શરીર. તો શરીર બદલાશે પરંતુ તે, આત્મા, તે જ રહેશે. અને અત્યારે, આ બાળપણમાં, અથવા તેની માતાના ગર્ભમાં, અથવા જ્યારે શરીર તેના પિતાની જેમ હોય છે, અથવા જ્યારે શરીર તેના દાદા જેવું હોય છે - તે જ આત્મા ચાલુ રહેશે. તો તેથી આત્મા કાયમી છે અને શરીર બદલાતું રહે છે. આ ભગવદ્ ગીતામાં સમજાવેલું છે: અંતવંત ઈમે દેહ નિત્યસ્યોક્તા શરીરિણઃ (ભ.ગી. ૨.૧૮). આ શરીર અસ્થાયી છે. કામચલાઉ. ક્યાં તો આ બાળપણનું શરીર અથવા શિશુનું શરીર અથવા યુવાન શરીર અથવા પરિપક્વ શરીર અથવા વૃદ્ધ શરીર, તે બધા કામચલાઉ છે. દરેક ક્ષણે, દરેક સેકંડે, આપણે બદલાઇ રહ્યા છીએ. પરંતુ શરીરની અંદરનો આત્મા, તે કાયમી છે."
|