"આ યુગમાં, કલિયુગમાં, ભગવાનનો અવતાર છે. તે શું છે, ભગવાનનો અવતાર? હવે તેઓ ત્વિષા-અકૃષ્ણમ છે, તેમનું શારીરિક રૂપ શ્યામ નથી. કૃષ્ણ શ્યામ છે, પણ તેઓ કૃષ્ણ છે, તે ભગવાન ચૈતન્ય. ભગવાન ચૈતન્ય. કૃષ્ણ. અને તેમનું કાર્ય શું છે? હવે, કૃષ્ણ વર્ણમ. તેઓ હમેશા જપ કરે છે હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે...., વર્ણયતી. કૃષ્ણ-વર્ણમ ત્વિષાકૃષ્ણમ અને સાંગોપાંગાસ્ત્ર પાર્ષદમ (શ્રી.ભા. ૧૧.૫.૩૨). તેમના પાર્ષદો છે... તમે ચિત્ર જોયું છે. તેઓ બીજા ચારના સંગમાં હોય છે. અને આ ચિત્રમાં તમે તે પણ જોશો, પાર્ષદો. તો તમે આ ચિત્ર અથવા રૂપને તમારી સમક્ષ મૂકો અને બસ કીર્તન કરતાં જાઓ અને નાચતા જાઓ. આ ભક્તિ છે."
|