"તો જો તમે ફક્ત આ ભાવનાભાવિત બનો, કે "હું ભગવાનનો શાશ્વત સેવક છું, અને મારું કાર્ય છે ભગવાનની સેવા કરવી..." અને કૃષ્ણ, અથવા ભગવાન સાથેના સંબંધમાં, બીજી સેવા પણ છે. જેમ કે આપણે આ સેવા આપી રહ્યા છીએ. આપણે કૃષ્ણ ભાવનામૃત ફેલાવી રહ્યા છીએ, શા માટે? તે કોઈ વ્યવસાય નથી. પણ કારણકે આપણે કૃષ્ણ કે ભગવાન સાથેના આપણા સંબંધને સ્થાપિત કર્યો હોવાથી આપણે તેનો પ્રસાર કરવા ઈચ્છીએ છીએ. તેથી કૃષ્ણ ભાવનામૃતનો અર્થ આ ભૌતિક જગતથી દૂર રહેવાનો નથી, પણ તેની પ્રવૃત્તિઓ અલગ છે. તે એ પ્રવૃત્તિમાં નથી જે ચિંતા પેદા કરશે. અહીં આપણે કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરી રહ્યા છીએ. ઓહ, કોઈ વ્યવસાય નથી. અમે તમારી પાસેથી કંઈપણ અપેક્ષા રાખતા નથી. પરંતુ જો તમે તેને સ્વીકારો છો, તો અમારું મિશન સરસ છે. જો તમે તેને સ્વીકારો નહીં, તો કોઈ ચિંતા નથી."
|