"જો કોઈ વ્યક્તિ એક પ્રામાણિક આધ્યાત્મિક ગુરુના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કૃષ્ણ ભાવનામૃતમાં ભક્તિમય સેવાનું નિર્વાહન કરે છે, તો પછી તે ક્રમશઃ રતિ: વિકસિત કરે છે." રતિ: એટલે સ્નેહ, લગાવ, ભગવાન પ્રત્યે આસક્તિ. અત્યારે આપણને ભૌતિક વસ્તુઓ પ્રત્યે આસક્તિ છે. તો જેમ આપણે પ્રગતિ કરીએ છીએ, આપણે ધીમે ધીમે ભૌતિક આસક્તિથી મુક્ત થઈશું અને ભગવાન પ્રત્યે પૂર્ણ આસક્તિના સ્તર પર આવીશું. તો, આસક્તિ, તે મારી કુદરતી વૃત્તિ છે. હું આસક્તિથી મુક્ત થઈ શકતો નથી. હું ક્યાં તો આ ભૌતિક વસ્તુઓ પ્રત્યે આસક્ત થઈશ અથવા હું આધ્યાત્મિક વસ્તુ પ્રત્યે આસક્ત થઈશ. જો હું આધ્યાત્મિક આસક્તિમાં નથી તો હું ભૌતિક આસક્તિમાં હોઈશ. અને જો હું આધ્યાત્મિક આસક્તિમાં હોઈશ, તો પછી મારી ભૌતિક આસક્તિ જતી રહે છે. આ પ્રક્રિયા છે."
|