GU/670318 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કોમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવાન ચૈતન્ય પહેલા, ભગવાન કૃષ્ણની લીલાઓના સ્થળો ભુલાઈ ગયેલા હતા. લોકો ફક્ત એટલું જ જાણતા હતા કે 'આ કેદખાનામાં કૃષ્ણ જન્મ્યા હતા અને તેમની લીલાઓ અહિયાં થઈ હતી'. પણ કોઈ ચોક્કસ જગ્યા ખોદવામાં આવી હતી નહીં. પણ ચૈતન્ય મહાપ્રભુ... ચૈતન્ય મહાપ્રભુએ સનાતન ગોસ્વામીને મોકલ્યા પછી, મથુરા-વૃંદાવન તરીકે ઓળખાતો ભૂમિનો પ્રદેશ વધુ મહત્વનો બન્યો. તે શહેરનું મહત્વ આ સનાતન ગોસ્વામીને કારણે છે, કારણકે સનાતન ગોસ્વામીને ત્યાં જવાનો અને મંદિરની સ્થાપના કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. તો સનાતન ગોસ્વામી અને રૂપ ગોસ્વામી પછી, સેંકડો અને હજારો મંદિરોની સ્થાપના થઈ, અને હવે ઓછામાં ઓછા પાંચ હજાર મંદિરો છે, સનાતન ગોસ્વામી પછી."
670318 - ભાષણ - ચૈ.ચ. આદિ ૭.૧૪૯-૧૭૧ - સાન ફ્રાન્સિસ્કો