GU/670327 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો આપણે ધ્યાનપૂર્વક સાંભળીએ, તો પછી ધ્યાન કરવું જ જોઈએ. અને પૂજા. આ યુગમાં ઉપાસનાની સરળ પ્રક્રિયા છે જે આપણે કરી રહ્યા છીએ - જપ, શ્રવણ અને થોડાક ફળ, ફૂલ અર્પણ કરવા અને દીવો કરવો. આ સરળ છે, બસ. વૈદિક સાહિત્ય અનુસાર પૂજા કરવા માટે ઘણા નિયમ છે, ચોસઠ વસ્તુ. આ યુગમાં તે શક્ય નથી. તો આ બધુ ઠીક છે. તો આ પ્રક્રિયા તમને પરમ ભગવાનને સમજાવશે. તમે ફક્ત આ સિદ્ધાંતને અનુસરો, એકેન મનસા, એક ધ્યાન સાથે, તમારું ધ્યાન કોઈપણ અન્ય વિષય તરફ વાળ્યા વિના. જો તમે આ સિધ્ધાંતનું પાલન કરો છો, એકેન મનસા, સાંભળવું, જપ કરવો, સ્મરણ કરવું અને પૂજા કરવી... આ સરળ વિધિ. આ શ્રીમદ-ભાગવતમની આજ્ઞા છે."
670327 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૨.૧૪-૧૬ - સાન ફ્રાન્સિસ્કો‎