"તો એક કૃષ્ણ અને એક ગોપી, તેઓ નૃત્ય કરી રહ્યા છે. તે દ્રશ્ય હોવું જોઈએ... પછી રાસ નૃત્ય બંધ થવું જોઈએ, અને કૃષ્ણ ગોપીઓ સાથે વાત કરશે. કૃષ્ણ ગોપીઓને કહેશે કે "મારી વહાલી સખીઓ, તમે આ અંધારી રાત્રીએ મારી પાસે આવ્યા છો. તે બહુ સારું નથી, કારણકે દરેક સ્ત્રીની ફરજ છે કે તે તેના પતિને ખુશ કરે." તો તમારા પતિ શું વિચારશે કે તમે આવી ઘોર રાત્રીએ મારી પાસે આવ્યા છો? સ્ત્રીની ફરજ તેના પતિને છોડી દેવાની નથી, ભલે તે સારા ચારિત્ર્યનો ન હોય અથવા તે દુર્ભાગ્યશાળી હોય, વૃદ્ધ હોય અથવા બીમાર હોય. છતાં, પત્ની દ્વારા પતિની પૂજા કરવામાં આવે છે."
|