"ધર્માવિરુદ્ધો કામોસ્મિ અહમ (ભ.ગી. ૭.૧૧): "મૈથુન ઈચ્છા કે જે ધર્મ દ્વારા માન્ય છે, તે હું છું." તે કૃષ્ણ છે. કામની ઇચ્છાની પૂર્તિ - તેનો અર્થ એ નથી કે બિલાડીની જેમ આપણે પણ મુક્ત છીએ. આ સ્વતંત્રતા શું છે? આ સ્વતંત્રતા બિલાડી અને કૂતરામાં છે. તેઓ એટલા મુક્ત છે કે રસ્તામાં તેઓ જાતીય સંભોગ કરે છે. તમારી પાસે એટલી સ્વતંત્રતા નથી. તમારે પાર્લર, અરે, એપાર્ટમેન્ટ શોધવું પડશે. તો શું તમે ઇચ્છો છો કે તે સ્વતંત્રતા છે? આ સ્વતંત્રતા નથી. આ છે, મારો કહેવાનો મતલબ, નરકમાં જવું. આ સ્વતંત્રતા નથી. તેથી વૈદિક સાહિત્યનો આદેશ છે કે જો તમારે મૈથુન જીવન જોઈએ છે, તો પછી તમે ગૃહસ્થ બનો. તમે એક સારી છોકરી સાથે લગ્ન કરો, અને પછી તમને ખૂબ સારી જવાબદારી મળે છે. આ, આ છૂટ, મૈથુન જીવન, ની મંજૂરી એટલા માટે છે કે જેથી તમારે અન્ય તમામની સેવા કરવી પડશે. તે જવાબદારી છે."
|