GU/670416b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"રોગગ્રસ્ત સ્થિતિમાં, તમારી "હું" ની ઓળખ અલગ છે. કેટલીકવાર તમને વાઈ આવે છે; તમે ભૂલી જાઓ છો. તે જ ભુલકણાપણું છે. કેટલીકવાર જો તમારું મગજ ઠેકાણે નથી હોતું, ત્યારે આપણે આપણા સંબંધો વિષે બધું જ ભૂલી જઇએ છીએ. પરંતુ જ્યારે તમે સાજા થઈ જાઓ છો, ત્યારે તમને યાદ આવે છે, "ઓહ, હું મારી તે ભ્રાંતિમાં ભૂલી ગયો હતો. હા." તેથી તમારો "હું" હંમેશાં રહે છે. આ "હું," આ "હું," યાદ કરીને, શુદ્ધ થાય છે. તો અહંકારને શુદ્ધ કરવો પડશે. અહંકારને મારવાનો નથી. અને તેને મારી ન શકાય, ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦), કારણ કે તે શાશ્વત છે. તમે અહંકારને કેવી રીતે મારી શકો છો? તે શક્ય નથી. તો તમારે તમારા અહંકારને શુદ્ધ કરવો પડશે. તફાવત મિથ્યા અહંકાર અને વાસ્તવિક અહમ વચ્ચેનો છે. જેમ કે અહમ બ્રહ્માસ્મિ, અહમ... "હું બ્રહ્મ છું." ઓહ, આ પણ અહંકાર છે. આ, તે વૈદિક સંસ્કરણ કે "હું બ્રહ્મ છું. હું આ પદાર્થ નથી," તો આ અહંકાર શુદ્ધ થયેલ અહંકાર છે, કે "હું આ છું." તો આ "હું" હંમેશાં રહે જ છે. ક્યાં તો ભ્રાંતિ અથવા સ્વપ્નમાં અથવા સ્વસ્થ સ્તર પર, "હું" હંમેશાં રહે જ છે."
|
670416 - ભાષણ ચૈ.ચ. આદિ ૦૭.૧૦૯-૧૧૪ - ન્યુ યોર્ક |