"તો બધું જ, જે પણ આપણી પાસે છે, કૃષ્ણ પાસે પણ તે વસ્તુ છે. પરંતુ કૃષ્ણમાં તે પૂર્ણતામાં છે; આપણામાં, આપણા બદ્ધ જીવનમાં, તે અપૂર્ણ છે. તો જો આપણે પોતાને કૃષ્ણ સાથે જોડીશું, તો આપણી આ બધી વૃત્તિઓ પૂર્ણ બને છે. તે જ ઉદાહરણ જે મેં વારંવાર આપ્યું છે કે, એક ગાડી સિત્તેર માઇલની ઝડપે દોડી રહી છે; એક સાયકલ -સવાર ગાડીને પકડે છે, તે પણ સિત્તેર માઇલની ઝડપે દોડે છે, જોકે સાયકલ પાસે આટલી ગતિ નથી. તે જ રીતે, જો કે આપણે ભગવાનના સૂક્ષ્મ અંશ છીએ, જો આપણે ભગવદ્ ભાવનામૃત અથવા કૃષ્ણ ભાવનામૃત સાથે પોતાને જોડીએ છીએ, તો પછી આપણે સમાન ભાવના બની જઈએ છીએ. આ રીત છે."
|