"આ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે નો જપ તે દિવ્ય કંપન, ધ્વનિ છે. ધ્વનિ બધી રચનાનું મૂળ છે. તો આ દિવ્ય ધ્વનિ, જો તમે ઉચ્ચારશો, તમે આ કૃષ્ણ ભાવનામૃતનું તત્વજ્ઞાન ખૂબ જ ઝડપથી સમજશો. અને તમારા ભાગમાં કોઈ નુકસાન નથી. ધારોકે તમે હરે કૃષ્ણ જપ કરો છો; તમે કશું ગુમાવતાં નથી. પણ જો કોઈ લાભ છે, તો તમે શા માટે તેનો પ્રયત્ન નથી કરતાં? અમે હાથ જોડીને ફક્ત તમને વિનંતી કરીએ છીએ કે તમે કૃપા કરીને હરે કૃષ્ણ જપ કરો. અમે ફક્ત તમને વિનંતી કરીએ છીએ, અમે તમને કહેતા નથી કે તમે અમને કોઈ મૂલ્ય ચૂકવો અથવા કોઈ વસ્તુથી પીડિત થાઓ અથવા પહેલા શિક્ષિત અથવા ઇજનેર અથવા વકીલ થાઓ પછી અમારી પાસે આવો. તેનો કોઈ ફરક નથી પડતો કે તમે શું છો, તમે તમારી સ્થિતિમાં રહો. ફક્ત આ સોળ શબ્દોનો જપ કરવાનો પ્રયત્ન કરો, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે."
|