"તો જીવનની આ ભૌતિક સ્થિતિ રોગગ્રસ્ત સ્થિતિ છે. તે આપણે જાણતા નથી. અને આપણે આ રોગગ્રસ્ત હાલતમાં આનંદ માણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એનો અર્થ એ કે આપણે રોગને વધારી રહ્યા છીએ - આપણે ચાલુ રાખવું પડશે. આપણે રોગ મટાડતા નથી. જેમ કે ચિકિત્સક અમુક પ્રતિબંધ આપે છે, "આહ, મારા પ્રિય દર્દી, તમે આ રીતે ખાતા નહીં. તમે આ રીતે પીતા નહીં. તમે આ ગોળી લો." તો કેટલાક નિયંત્રણો અને નિયમો છે - તેને તપસ્યા કહેવામાં આવે છે. પરંતુ જો દર્દી એવું વિચારે છે કે "હું આ તમામ નિયંત્રણોનું પાલન કેમ કરું? મને જે ગમે તે ખાઈશ. હું ગમે તે કરીશ. હું સ્વતંત્ર છું," તો પછી તે સાજો નહીં થાય. તે સાજો નહીં થાય."
|