"તો વાસ્તવિક ભૌતિક સમસ્યા આ છે, જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ. આપણે ભૂલી ગયા છીએ કે "મારી માતાના પેટમાં, હું કેટલી અનિશ્ચિત સ્થિતિમાં રહ્યો હતો." અલબત્ત, આપણે તબીબી વર્ણન અથવા અન્ય કોઈ વિજ્ઞાનના વર્ણનથી જાણી શકીએ છીએ કે બાળક ત્યાં કેવી રીતે કેદ છે અને ત્યાં કેટલું દુઃખ છે. કીડાઓ બાળકને કરડે છે અને તે વ્યક્ત કરી શકતો નથી; તે વેદના ભોગવે છે. તે જ રીતે, માતા કંઈક ખાય છે, અને જલદ સ્વાદ પણ તેને દુ:ખ આપે છે. તેથી આ વર્ણનો શાસ્ત્રમાં અને અધિકૃત વૈદિક સાહિત્યમાં, છે કે બાળક માતાના પેટની અંદર કેવી રીતે પીડાય છે."
|