GU/680508 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"જ્યાં સુધી વ્યક્તિ ખૂબ બુદ્ધિમાન ન હોય, ત્યાં સુધી તે ભગવદ્ ભાવનાભાવિત અથવા કૃષ્ણ ભાવનાભાવિત ન બની શકે. તેથી આ શબ્દ વપરાય છે, પ્રાજ્ઞા. પ્રાજ્ઞા એટલે... પ્ર મતલબ પ્રકૃષ્ટ-રૂપેણ, વિશેષ કરીને. જ્ઞા, જ્ઞા એટલે બુદ્ધિશાળી વ્યક્તિ. તો ભાગવત-ધર્મ, તે ભાગવત-ધર્મ શું છે? તે મેં પહેલેથી જ સમજાવી દીધું છે. ફરીથી આપણે પુનરાવર્તન કરી શકીએ છીએ. ભાગવત-ધર્મ એટલે ભગવાન સાથેના આપણા ભૂલાયેલા સંબંધને પુનઃસ્થાપિત કરવો. આ ભાગવત-ધર્મ છે." |
680508 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૬.૦૧ - બોસ્ટન |