GU/680616b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ધારોકે તમારી પાસે એક બહુ સરસ કોટ છે, અને તે કોટની અંદર તમે છો તેવું, અત્યાર સુધી વર્તમાન સમયમાં આપણે માનીએ છીએ. હવે, જો તમે ફક્ત તમારા કોટ અને શર્ટની કાળજી રાખો, અને જો તમે વાસ્તવિક વ્યક્તિની કાળજી ના રાખો, તમે ક્યાં સુધી ખુશ રહી શકો? ભલે તમારી પાસે એટલો સરસ કોટ હોય છતાં પણ તમે ઘણી બધી અગવડ અનુભવશો. તેવી જ રીતે, આ શરીર, આ સ્થૂળ શરીર, તે ફક્ત તમારા કોટ જેવું જ છે. વાસ્તવમાં હું આધ્યાત્મિક આત્મા છું. આ શરીર, સ્થૂળ બહારનું આવરણ, અને તે અંદરનું આવરણ છે, મન, બુદ્ધિ અને અહંકાર. તે મારું શર્ટ છે. તો શર્ટ અને કોટ. અને શર્ટ અને કોટની અંદર વાસ્તવમાં હું છું.
દેહિનો અસ્મિન યથા દેહે
કૌમારમ યૌવનમ જરા
તથા દેહાન્તર પ્રાપ્તિર
ધિરસ તત્ર ન મુહ્યતિ
(ભ.ગી. ૨.૧૩)"
680616 - ભાષણ - શ્રી.ભા. ૭.૬.૩ - મોંટરીયલ