"એક સોનાના પાંજરામાં, એક પક્ષી છે. જો તમે પક્ષીને કોઈ પણ ખોરાક આપો અને ફક્ત પાંજરાને સરસ રીતે ધોયા રાખો, ઓહ, હંમેશા તે કહેશે, (પક્ષીનું અનુકરણ કરે છે) 'ચી ચી ચી ચી ચી', શા માટે? વાસ્તવિક પક્ષીને અવગણવામાં આવી રહ્યું છે. ફક્ત બહારનું આવરણ. તો તેવી જ રીતે, હું આધ્યાત્મિક આત્મા છું. તે હું ભૂલી ગયો છું. અહમ બ્રહ્માસ્મિ: "હું બ્રહ્મ છું'. હું આ શરીર નથી, આ મન નથી. તો લોકો શરીર અને મનને ચમકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સૌ પ્રથમ તેઓ શરીરને ચમકાવવાનો પ્રયત્ન કરે છે. તે ભૌતિક સમાજ છે. બહુ સરસ વસ્ત્રો, બહુ સરસ ભોજન, બહુ સરસ ઘર, બહુ સારી ગાડી અથવા બહુ સરસ ઇન્દ્રિયનો આનંદ - બધી વસ્તુ સરસ છે. પણ તે આ શરીર માટે છે. અને જયારે તેઓ આ સરસ વ્યવસ્થાથી હતાશ થઇ જાય છે, પછી તેઓ મન પર જાય છે: કવિતા, માનસિક તર્ક, એલએસડી, મારિજુઆના, દારૂ પીવો અને ઘણી બધી વસ્તુઓ. આ બધું માનસિક છે. વાસ્તવમાં, સુખ શરીરમાં નથી, કે નથી મનમાં. વાસ્તવિક સુખ આત્મામાં છે."
|