GU/680620b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમ આપણે આપણા પાછલા જીવનની ઘણી વસ્તુઓ યાદ કરીએ છીએ. તે નોંધાયેલું છે. વાસ્તવમાં તે નોંધાયેલું છે. બધું જ નોંધાયેલું છે. તમે આ ટેલિવિઝન કેવી રીતે જોઈ રહ્યાં છો? કારણ કે તે વાતાવરણમાં નોંધાયેલું છે. તેને ફક્ત સ્થાનાંતર કરવામાં આવે છે. બધું જ નોંધાયેલું છે. પરંતુ આપણે આપણી શારીરિક સ્થિતિમાં પણ એટલા બગડેલા છીએ કે આપણે નોંધ કરેલા સંસ્કરણનું નિર્માણ કરી શકતા નથી. તેથી આપણે આપણી જાતને શુષ્ક, વધુ શુષ્ક, સૌથી વધુ શુષ્ક બનાવી રહ્યા છીએ. જેમ કે સર જ્યોર્જ બર્નાર્ડ શો, તેમણે પણ કહ્યું છે કે "તમે જે ખાઓ છો તે જ તમે છો." તો ખાવાની પ્રક્રિયા દ્વારા, આપણે આપણા મગજને નિસ્તેજ બનાવીએ છીએ. તો સારું ખાવાની, સારી વાતો કરવાની, સારી વિચારસરણીની, સારા વર્તનની જરૂર છે. પછી આપણું મગજ તીક્ષ્ણ છે. તેને તાલીમની જરૂર છે."
680620 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૪.૨૫ - મોંટરીયલ