"શું તમે એવું વિચારો છો કે પૂર્વ દિશા સૂર્યની જનની છે? કારણકે સૂર્ય પૂર્વ બાજુએથી જન્મે છે, તમે તેવું સ્વીકારી લો છો કે પૂર્વ બાજુ સૂર્યની માતા છે. તેવી જ રીતે, કૃષ્ણ તેવી રીતે પ્રકટ થાય છે, પણ તેનો મતલબ તેવો નથી કે તેમનો જન્મ થાય છે. તે ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયમાં કહેલું છે: જન્મ કર્મ મે દિવ્યમ યો જાનાતી તત્વત: 'જે પણ વ્યક્તિ સત્યમાં તે સમજે છે કે કેવી રીતે હું જન્મ લઉં છું, કેવી રીતે હું કાર્ય કરું છું, કેવી રીતે હું દિવ્ય છું...' ફક્ત આ ત્રણ વસ્તુઓ જાણવાથી - કેવી રીતે કૃષ્ણ જન્મ લે છે, કેવી રીતે તેઓ કાર્ય કરે છે, અને તેમનું વાસ્તવિક પદ શું છે - પરિણામ છે કે ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામ એતિ કૌંતેય: (ભ.ગી. ૪.૯) 'મારા પ્રિય અર્જુન, ફક્ત આ ત્રણ વસ્તુઓ જાણવાથી, વ્યક્તિ આ ભૌતિક શરીરનો ત્યાગ કર્યા પછી મારી પાસે આવે છે'. પુનર જન્મ નૈતિ: 'તે ફરીથી પાછો ક્યારેય નથી આવતો'. તો તેનો મતલબ, બીજા શબ્દોમાં, જો તમે કૃષ્ણનો જન્મ સમજી શકો, તો તમે હવે પછીના તમારા જન્મ અટકાવી દેશો. તમે આ જન્મ અને મૃત્યુમાથી મુક્ત થઈ જશો. તો કૃષ્ણ કેવી રીતે જન્મ લે છે તે સમજવાનો પ્રયત્ન કરો."
|