"તો ભગવદ્દ ગીતાને સમજ્યા પછી, જો કોઈ વ્યક્તિ શ્રદ્ધાવાન બને કે "હું મારું જીવન કૃષ્ણ સેવા માટે સમર્પિત કરીશ," તો તે શ્રીમદ્દ ભગવતમના અધ્યયનમાં પ્રવેશવા પાત્ર છે. તેનો અર્થ એ છે કે શ્રીમદ્દ-ભાગવતમ્ તે સ્થાનથી શરૂ થાય છે જ્યાં ભગવદ્દ ગીતા સમાપ્ત થાય છે. ભગવદ્ ગીતા આ બિંદુએ સમાપ્ત થાય છે, સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). વ્યક્તિએ અન્ય બધા જ કાર્યો છોડી દઈને, કૃષ્ણની પૂર્ણ શરણાગતિ ગ્રહણ કરવી પડે છે. હંમેશાં યાદ રાખો, અન્ય બધા કાર્યોનો અર્થ એ નથી કે તમારે છોડી દેવું પડશે. તમે... એ સમજવાનો પ્રયત્ન કરો કે કૃષ્ણે કહ્યું કે "તમે બધું છોડી દો અને મારે શરણાગત થાઓ." તો તેનો અર્થ એ નથી કે અર્જુને તેની લડવાની ક્ષમતા છોડી દીધી. ઉલટું, તેણે વધુ જોરશોરથી લડવાનું શરૂ કર્યું."
|