"ચૈતન્ય-ચરિતામૃતમાં એવું કહેવામાં આવ્યું છે, ગુરુ-કૃષ્ણ કૃપાય પાય ભક્તિ-લતા-બીજ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૫૧): કૃષ્ણ અને ગુરુની સંયુક્ત દયા હશે. પછી આપણું કૃષ્ણ ભાવનામૃતનું મિશન સફળ થશે. આ રહસ્ય છે. કૃષ્ણ હંમેશાં તમારી અંદર રહે છે. ઈશ્વરઃ સર્વ-ભૂતાનામ હૃદ-દેશે અર્જુન તિષ્ઠતિ (ભ.ગી. ૧૮.૬૧). તેથી કૃષ્ણ તમારા હેતુ વિશે બધું જાણે છે, અને તમે નક્કી કર્યું છે તે પ્રમાણે જ તે તમને કામ કરવાની તક આપે છે. જો તમે આ ભૌતિક જગતનો આનંદ માણવાનું નક્કી કરો છો, તો કૃષ્ણ તમને ખૂબ સરસ ઉદ્યોગપતિ, ખૂબ સરસ રાજકારણી, ખૂબ સરસ ઘડાયેલા માણસ બનવા માટે બુદ્ધિ આપે છે જેથી તમે ધન કમાઈ શકો અને ઇન્દ્રિય ભોગ કરી શકો. કૃષ્ણ તમને બુદ્ધિ આપશે."
|